The Past Perfect Tense ( પૂર્ણ ભૂતકાળ )
દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. અહીંયાં had + ભૂતકૃદંત મૂકવાથી પૂર્ણ ભૂતકાળ બને છે. When, After કે Before, Ago દ્વારા પૂર્ણ ભૂતકાળ સૂચવાય છે. ઘણી વાર વર્ષો દ્વારા પૂર્ણ ભૂતકાળની ક્રિયા દર્શાવાય છે. વળી બે ક્રિયાઓ આપેલ હોય ત્યારે તે માંહેની જે ક્રિયા પહેલી થઈ હોય તે પૂર્ણ ભૂતકાળની હોય છે અને બીજી ક્રિયા સાદા ભૂતકાળની હોય છે. પ્રશ્નાર્થ વાક્યમાં કર્તા આગળ ‘Had’ મુકાય છે જયારે નકાર વાક્યમાં કર્તા પછી ‘had not' મુકાય છે.
દા. ત.,
(1) When the police came, the thief had escaped.
(2) The patient had died before the doctor came.
(3) Before going to school, he had attended a party.
ખાસ અહીંયાં બે ક્રિયાના અનુસંધાનમાં પૂર્ણ ભૂતકાળ વપરાયેલ છે તે નોંધો.
યાદ રાખો :
ઉપયોગ : : દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે જરૂરી : had + ભૂતકૃદંત
નિશાની : When, After, Before, Ago અથવા અનુસંધાનમાં થતી બે ક્રિયા. વાક્યરચનાનો ક્રમ ઃ કર્તા + had + ભૂતકૃદંત + કર્મ