The Past Continuous Tense ( ચાલુ ભૂતકાળ )
ભૂતકાળની ચાલુ ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. અહીંયાં to be’ નું ભૂતકાળનું રૂપ (was/were) + ક્રિયાપદ + ing મુકાય છે. While, When, As વગેરે દ્વારા ચાલુ ભૂતકાળ સૂચવાય છે. પ્રશ્નાર્થ વાક્યમાં was/were કર્તા આગળ મુકાય છે અને નકાર વાક્યમાં કર્તા પછી was/were + not મુકાય છે.
દા.ત., When I came, you were reading a novel. I saw an accident while I was crossing the road. As he was running very fast, he fell down.
યાદ રાખો :
ઉપયોગ : ભૂતકાળની ચાલુ ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. જરૂરી : To be નું ભૂતકાળનું રૂપ (was/were) + ક્રિયાપદ + ing. નિશાની : : While, When, As.
વાક્યરચનાનો ક્રમ ઃ કર્તા + to be (was/were) + ક્રિયાપદ + ing.
Tags
SPOKEN ENGLISH