THE SIMPLE PRESENT TENSE IN ગુજરાતી | સાદો વર્તમાનકાળ in GUJARATI
VERB : ક્રિયાપદ
આ કાળ રોજની કે હંમેશની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. આ કાળમાં પહેલા પુરુષ એકવચન તેમજ વચનમાં, બીજા પુરુષ એકવચન અને બહુવચનમાં અને ત્રીજા પુરુષ બહુવચનમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. જ્યારે ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને ‘s' કે ‘es' પ્રત્યય લાગે છે. ક્રિયાપદનો છેલ્લો અક્ષર s, ss, sh, ch, × કે '૦' હોય તો ‘es' પ્રત્યય લાગે છે.
વ્યક્તિ અંગે એટલે કે તેના અસ્તિત્વ અંગે કહેવું હોય ત્યારે to be નું યોગ્ય રૂપ (am, is, are) વપરાય છે. જે to be'નું મુખ્ય ક્રિયાપદનું રૂપ જ છે. To have માલિકીના સંદર્ભે વપરાય ત્યારે તે સાદો વર્તમાનકાળ સૂચવે છે તેવી જ રીતે ‘Can' તેમજ ‘May’નો ઉપયોગ સાદો વર્તમાનકાળ સૂચવે છે.
દા. ત.,
Janaknbhai always eats Puri Pakaudi. (હકાર વાક્ય)
Janakbhai does not always eat Puri Pakaudi. (નકાર વાક્ય)
The sun rises in the east.
Does Janakbhai always eat Puri Pakaudi ? (પ્રશ્નાર્થ વાક્ય)
Mr Shah is a teacher.
I have two pens.
He can walk fast.
She may come tomorrow.
અહીંયાં વાક્યરચનાનો ક્રમ આ પ્રમાણે રહે છે
(1) કર્તા + ક્રિયાપદ + કર્મ
(2) કર્તા + to be( am, is, are ) + ક્રિયાપૂરક
(3) Do/Does + કર્તા + ક્રિયાપદ + કર્મ (પ્રશ્નાર્થ)
(4) કર્તા + Do/Does + ક્રિયાપદ + કર્મ, (નકાર)
તમારે અહીંયાં ખાલી જગ્યામાં ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવાનું છે. આ ખાલી જગ્યામાં વર્તમાનકાળનું રૂપ મૂકવાનું છે તે કેમ ખબર પડે ?
(1) રોજિંદી ક્રિયા દર્શાવવા માટે વપરાયેલા શબ્દોની નિશાની પરથી. Daily, Everyday, Always, Often જેવા શબ્દો સાદો વર્તમાનકાળ સૂચવે છે. (2) સનાતન ક્રિયા પરથી.
(3) ‘If' વાળા વાક્યમાં એક વાક્ય ભવિષ્યકાળનું હોય તો (will, shall વાળું) તેની સાથેનું વાક્ય સાદા વર્તમાનકાળમાં હોય છે.
દા. ત., If you work hard, you will pass. હવે નિશાની ઉપરથી વર્તમાનકાળ શોધી, ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી
દો. ત્રીજા પુરુષ એકવચન સાથે ક્રિયાપદ મુકાય ત્યારે નિયમ મુજબ ક્રિયાપદને ‘s’ કે ‘es’ પ્રત્યય લાગે.
નોંધ : ક્રિયાપદ બે પ્રકારનાં છે :
(૧) સકર્મક (૨) અકર્મક. અકર્મક ક્રિયાપદ સાથે કર્મ નથી વપરાતું પણ ક્રિયાપૂરક શબ્દ વપરાય છે. ‘To be’ ક્રિયાપદ અકર્મક ક્રિયાપદ છે.
યાદ રાખો :
ઉપયોગ : રોજિંદી ક્રિયા માટે
જરૂરી : ક્રિયાપદનું મૂળ રૂપ. ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને ‘s’ કે ‘es' પ્રત્યય લાગે. અથવા અસ્તિત્વ માટે to be નું રૂપ (am, is, are) આવે. નિશાની : Everyday, Daily, Always, Often, If” clause અને સનાતન સત્ય વાક્યરચનાનો ક્રમ : કર્તા + ક્રિયાપદ + કર્મ ક્રિયાપૂરક
ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરીએ કે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરીએ ત્યારે વાક્યરચનાનો ખ્યાલ રાખવો જરૂરી છે. સાદો વર્તમાનકાળ ‘છે’ દ્વારા સૂચિત થાય છે અને ગુજરાતી વાક્યરચના પરથી અંગ્રેજી વાક્યરચના બનાવીએ ત્યારે કર્તા + ક્રિયાપદ અને કર્મ અનુક્રમે આવવા જોઈએ.
દા. ત., રમેશ ક્રિકેટ રમે છે.
અંગ્રેજી કરતી વખતે વાક્યરચના બદલાય છે.
રમેશ રમે છે ક્રિકેટ કર્તા ક્રિયાપદ કર્મ.
Ramesh plays cricket.
અંગ્રેજીમાં ભાષાંતર કરતી વખતે આ ક્રમનો ખાસ ખ્યાલ રાખો અને ગુજરાતીમાં ભાષાંતર કરતી વખતે કર્તા, કર્મ અને ક્રિયાપદ અનુક્રમે આવે છે તે ખ્યાલ રાખો.