SPOKEN ENGLISH

"Education is the most powerful weapon which you can use to change the world"

PRONOUN IN ગુજરાતી | સર્વનામ in GUJARATI


 PRONOUN IN GUJARATI

PERSONAL PRONOUNS (પર્સનલ પ્રોનાઉન્સ) પુરુષવાચક સર્વનામ

પહેલાં તો Pronoun એટલે શું ? નામના બદલે જે વપરાય તે Pronoun. જેને આપણે ગુજરાતીમાં સર્વનામ કહીએ છીએ. હવે Personal Pronoun એટલે પુરુષવાચક સર્વનામ.
 
તમે આ પ્રકારનાં સર્વનામો શીખી ગયા છે. આ સર્વનામો જાતિ, વચન, વિભક્તિ અને પુરુષ પ્રમાણે અલગ અલગ હોય છે. ખાસ ત્રણ વિભક્તિ પ્રમાણે આ સર્વનામોનો ઉપયોગ થાય છે. અહીંયાં નીચે કોઠો આપ્યો છે તેનો બરાબર ધ્યાનથી અભ્યાસ કરી લો.

1. કર્તા વિભક્તિ ઃ વાક્યરચનામાં જે ક્રિયાનો કરનાર હોય તે કર્તા વિભક્તિમાં આવે છે. નામને બદલે જ્યારે સર્વનામ કર્તા વિભક્તિમાં વપરાય ત્યારે કોઠામાં 
 

પુરુષ

કર્તા વિભક્તિ

કર્મ વિભક્તિ

સંબંધ વિભક્તિ (છઠ્ઠી વિભક્તિ)

 

એકવચન

બહુવચન

એકવચન

બહુવચન

એકવચન

બહુવચન

પહેલો પુરુષ

I (હું)

WE (અમે)

ME (મને)

US (અમને)

MY/MINE (મારૂ)

OUR/OURS (અમારું)

બીજો પુરુષ

YOU (તું)

YOU (તમે)

YOU (તને)

YOU (તમને)

YOUR/YOURS (તારું)

YOUR/YOURS (તમારું)

ત્રીજો પુરુષ

 

 

 

 

 

 

નર જાતિ

HE (તે)

THEY ( તેઓ)  બધી જાતિ માટે વાપરાય.

HIM (તેને)

THEM (તેમને) બધી જાતિ માટે વાપરાય.

HIS (તેનું)

THEIR/THEIRS (તેઓનું/તેમનું)  બધી જાતિ માટે વાપરાય.

નારી જાતિ

SHE (તે)

HER  (તેને)

HER (તેનું)

નાન્યતર જાતિ

IT (તે)

IT  (તેને)

IT (તેનું)



નોંધ : 
1. ‘You’ પછી ક્રિયાપદ આવે તો કર્તા વિભક્તિ અને ‘you' પછી ક્રિયાપદ ન આવે તો કર્મ વિભક્તિ. 
2. His અને Its પછી નામ આવે તો પહેલા પ્રકારનું સંબંધ વિભક્તિનું રૂપ નહિતર બીજા પ્રકારનું સંબંધ વિભક્તિનું રૂપ.
દર્શાવ્યા મુજબ I,WE, YOU, HE, SHE, IT, અને THEY જાતિ પ્રમાણે વપરાય છે. 
દા. ત., I play cricket every day.

અહીંયાં ક્રિયાનો કરનાર એટલે કે ક્રિકેટ રમનાર I

(હું) છે. આથી તેના કાં

વિભક્તિના રૂપ તરીકે । વપરાયું છે. 
 
2. કર્મવિભક્તિ જેને અનુલક્ષીને ક્રિયા થાય તે સર્વનામને કર્મવિભક્તિનું સર્વ કહેવાય એટલે કે ક્રિયાના વિષયરૂપ કે લક્ષ્યરૂપ જે હોય તે સર્વનામ કર્મવિભક્તિનું સર્વનામ કહેવાય છે.

દા. ત., I taught him. 
 
3. સંબંધક વિભક્તિ જે નામપદ બીજા નામપદ સાથેનો સંબંધ પ્રગટ કરે તે સંબંધ વિભક્તિ. અથવા બીજી રીતે કહીએ તો માલિકી અર્થ જે સર્વનામના રૂપ દાર બતાવાય તે સર્વનામનું રૂપ સંબંધક વિભક્તિમાં છે તેમ કહેવાય.

અંગ્રેજીમાં સંબંધક વિભક્તિનાં સર્વનામોનાં બે રૂપો થાય છે. જેમાં પ્રથમ પ્રકારના સંબંધ વિભક્તિના સર્વનામ સાથે નામ હોય જ છે; જ્યારે બીજા પ્રકારના સર્વનામની અંદર જ નામ સમાયેલ હોય છે.

દા. ત., 
1. This is my book. (પ્રથમ પ્રકારનું રૂપ) 
2. This book is mine. (બીજા પ્રકારનું રૂપ)

આ બંને પ્રકારનાં રૂપો, જાતિ, વચન અને પુરુષ પ્રમાણે અલગ અલગ હોય છે,

તે આપેલ કોઠામાં જુઓ.

યાદ રાખો :

1. સામાન્ય રીતે કર્તા વિભક્તિનું સ્થાન ક્રિયાપદની આગળ હોય છે. 2. સામાન્ય રીતે કર્મ વિભક્તિનું સ્થાન ક્રિયાપદ પછી હોય છે.

૩. પહેલા પ્રકારનું સંબંધક વિભક્તિનું સર્વનામ હંમેશાં કોઈ પણ નામની આગળ

આવે છે.

4. બીજા પ્રકારના સંબંધક વિભક્તિના સર્વનામના રૂપમાં જ નામ સમાવિષ્ટ હોય છે. આથી આ પ્રકારનું સંબંધક વિભક્તિનું સર્વનામ ઘણી વાર કર્તાના સ્થાને આવી શકે છે. 
દા. ત., Mine is a good culture.

(કર્તાને સ્થાને)

આ પ્રકારના રૂપ પછી નામ આવતું નથી.


 ACHIEVER COMPUTER EDUCATION




 

ACHIEVER COMPUTER EDUCATION

Post a Comment

Previous Post Next Post