CONNECTIVES (કનેક્ટિવ્ઝ) સંયોજકો
'Connective' એટલે સંયોજક, વાક્યમાં ઘણી વાર બે વાક્યો કોઈ એક શબ્દથી જોડાયેલ હોય છે. આ બે વાક્યમાં એક મુખ્ય વાકય અને બીજું ગૌા વાક્ય પણ હોય છે. આ સંયોજક બે વાક્યોને Co-ordinate કરે એટલે કે જે તેને આપણે Conjunction તરીકે ઓળખીએ છીએ. આવા સંયોજકો સમય, પરિણામ, કારણ અને વિકલ્પ વગેરે સૂચવે છે. આ સંયોજકોના અર્થ અને ઉપયોગનો બરાબર અભ્યાસ કર્યો હોય તો તમે ખાલી જગ્યામાં યોગ્ય Connective વાપરી શકશો. અહીંયાં કેટલાંક Connectives ને ઉદાહરણ સહિત સમજાવવામાં આવ્યાં છે. તેનો અભ્યાસ કરી આપેલ Exercise માં યોગ્ય સંયોજકનો ઉપયોગ કરો.
(1) And (એન્ડ) અને ‘And’ એટલે અને. બીજા વાક્ય દ્વારા આગલા વાક્યના અર્થમાં કાંઈક ઉમેરો થાય ત્યારે ‘And' સંયોજકનો ઉપયોગ થાય છે.
દા. ત., My sister ran fast and caught the bus.
(2) But (બટ) પરંતુ : 'But' એટલે 'પરંતુ'. બે વાક્યમાં પરસ્પર વિરોધનો ભાવ દર્શાવવી હોય ત્યારે ‘But' સંયોજકનો ઉપયોગ થાય છે. ‘yet' પણ વિરોધનો ભાવ દર્શાવે છે. તેનો પણ આ પ્રકારે ઉપયોગ થાય છે.
દા. ત., Hetal and Kahan walked fast but they could not catch the bus.
(3) Though (ધો) જોકે, છતાં : 'Though' એટલે કે, છતાં. આ સંયોજક પરસ્પર વિરોધનો ભાવ દર્શાવે છે. તે વાક્યની શરૂઆતમાં આવે છે. ક્યારેક વચ્ચે પણ અર્થ અનુરૂપ ગોઠવાય છે. આ અર્થમાં Even if, Even though, Although વાકયની શરૂઆતમાં અથવા અર્થને અનુરૂપ વચ્ચે પણ આ સંયોજકોનો ઉપયોગ થાય છે.
દા. ત., Though I worked hard, I could not succeed,
(4) Or/Otherwise (ઓર/અધરવાઈઝ) : અથવા નહિતર : ‘Or/Otherwise' એટલે ‘અથવા’ કે ‘નહિતર', બેમાંથી એક બાબતનો સ્વીકાર કરવો પડે તેમ હોય ત્યારે ‘અથવા' કે 'નહિતર'ના અર્થ મુજબ આ સંયોજક મુકાય છે.
દા. ત., 1. Sit quiet or go home.
2. Work hard otherwise you will not get more marks.
(5) So/Therefore (સો/ધેરફોર) : તેથી : 'SoTherefore' એટલે 'તેથી'. પહેલા વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય ત્યારે 'S' કે ‘Therefore’ની સંયોજક તરીકે ઉપયોગ થાય છે.
દા. ત., 1. Swetal reached late therefore he could not get the licket.
2. Rupaben was sick, so she could not attend the party.
(6) Because (બીકોઝ) કારણ કે : ‘Because’ એટલે ‘કારણ કે’. પ્રથમ વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય ત્યારે Because નો સંયોજક તરીકે ઉપયોગ થાય છે.
દા. ત., I could not attend the school because I was ill.
'Since' પણ ‘કારણ કે' ના સંદર્ભમાં વપરાય છે.
દા. ત., Since it was raining, all could not go out. But, Though, Although Adverb clause of contrast સૂચવે છે. જ્યારે so, therefore, because, as અને for Adverb Clause of Reason સૂચવે છે.
(7) Either...or (આઈધર-ઓર) બેમાંથી એક : ‘Either...or' એટલે બેમાંથી એક 'Either..or' નો ઉપયોગ કર્તા અથવા કર્મના સ્થાને બે ભિન્ન ભિન્ન નામની આગળ વિકલ્પ સૂચવવા વપરાય છે. આવો જ ઉપયોગ ભિન્ન ભિન્ન વિશેષણો, ક્રિયાપદો કે ક્રિયાવિશેષણોના વિકલ્પ સૂચવવા માટે થાય છે.”
દા. ત., 1. Janakbhai is either a teacher or a writer. (બે ભિન્ન ભિન્ન કર્મનો વિકલ્પ સૂચવે છે.)
2. Either Dineshbhai or Janakbhai is a teacher. (બે ભિન્ન ભિન્ન કર્તાનો વિકલ્પ સૂચવે છે.)
3. Hetal is either sick or weak. (બે ભિન્ન ભિન્ન વિશેષણોનો વિકલ્પ સૂચવે છે.)
4. You can either sit here or go home. (બે ભિન્ન ભિન્ન ક્રિયાપદોનો વિકલ્પ સૂચવે છે.)
નોંધ : Either...or નો ઉપયોગ સંયોજક તરીકે બે વાક્યોને જોડવામાં પણ થઈ શકે છે.
(8) Neither...nor (નાઈધર-નોર) બેમાંથી એક પણ નહિ : ‘Neither...nor' એટલે બેમાંથી એક પણ નહિ. એટલે કે બે ભિન્ન ભિન્ન કર્તા, કર્મ, નામ, વિશેષણ, ક્રિયાપદ કે ક્રિયા વિશેષણમાંથી એક પણ નહિ. આ સંયોજક પણ બે વાક્યોને ઉપરોક્ત ભાવાર્થ મુજબ જોડે છે.
દા. ત., 1. Neither Bharatiben nor Bhairaviben is weak.
2. Neither Hetal attended the party nor Kanan sang a song in the party.
(અહીંયાં બે વાક્યોમાં Neither...nor નો ઉપયોગ થયો છે.)
(9) When (વેન) જ્યારે-ત્યારે : “When’ એટલે ‘જ્યારે’. જેમાં ‘ત્યારે’ નો અર્થ પણ સમાવિષ્ટ છે. અમુક સમયે કાંઈક બને ત્યારે તેના અનુસંધાને બીજી કોઈક ઘટના બને છે તે સૂચવવા આ સંયોજક વાક્યની શરૂઆતમાં અથવા વચ્ચે વપરાય છે.
દા. ત., 1. Birds fly from the nest, when the sun rises in the east.
2. When I went to Kanan's house, she was reading a book.
(‘When’ની જગ્યાએ ‘As soon as' પણ વાપરી શકાય છે.)
(10) While (વાઇલ) જ્યારે ત્યારે ઃ "While' એટલે પણ 'યારે-ત્યારે'. સામાન્ય રીતે 'While' ચાલુ ભૂતકાળ દર્શાવે છે. તેના દ્વારા ક્રિયા લાંબો સમય ચાલી તે સૂચવાય છે.
દા. ત., I saw a green snake, while I was crossing the road.
(11) Till Until (ટીલ/અનટીલ) જ્યાં સુધી ત્યાં સુધી : “Till/Until' એટલે અમુક સમય સુધી, ‘જ્યાં સુધી.. ત્યાં સુધી', આ બંને સંયોજકો એકબીજાના બદલે વાપરી શકાય છે. પણ મોટે ભાગે ‘until' નકાર વાક્યના અનુસંધાને વધુ વપરાય છે.
દા. ત., 1. Wait, till | come. 2. Don't go until I finish my work.
(12) Before (બીફોર) પહેલાં : ‘Before' એટલે પહેલાં, બીજી ક્રિયા પહેલાં કોઈક્રિયા થતી હોય તે સૂચવવા 'Before' સંયોજનો ઉપયોગ થાય છે.
દા. ત., Wash your hands, before you take your meal.
(13) After (આફટર) પછી : ‘After’ એટલે પછી. કોઈક ક્રિયાના અનુસંધાને અથવા પછી બીજી ક્રિયા થાય છે તે સૂચવવા ‘After' સંયોજકનો ઉપયોગ થાય છે.
દા. ત., You can play after you finish your homework.
(14) F (ઇફ) જો : ‘If’ એટલે ‘જો’, ‘તો’. આ શબ્દ શરતનો ભાવ સૂચવે છે.
દા. ત., 1. You will pass, if you work hard.
2. If you walk fast, you will catch the train.
(15) Unless (અનલેસ) : જો નહિ તો : ‘Unless' એટલે ‘જો નહિ તો'. આ ‘Unless'ની અંદર નકારનો અર્થ આવી જાય છે. ‘Unless' દ્વારા પણ ‘શરત‘નો ભાવ સૂચવાય છે.
દા. ત., 1. You will not succeed, unless you work hard,
2. Unless you learn properly, you will not secure more marks.